જિનશાસન માં સમ્યગ઼જ્ઞાન મેળવવાનો મુખ્ય સ્ત્રોત પાઠશાળા છે. તેનું સ્થાન હ્રદયના સ્થાને છે.
નાની ઉંમર થી જ બાળકો પાઠશાળામાં જોડાય અને સૂત્ર ના જ્ઞાન ની સાથે સુસંસ્કારો નું પણ સિંચન થાય તો એ સુસંસ્કારિત થયેલું બાળક જયારે આગળ વધે અને એના દ્વારા પરમાત્મા ઉપર શ્રદ્ધા વધે ત્યારે સમ્યગ઼દર્શન પ્રગટ થાય છે. ત્યાર બાદ પરમાત્મા એ દર્શાવેલી આવશ્યક ક્રિયાઓમાં પોતે પુરુષાર્થ કરે ત્યારે સમ્યગ઼ ચારિત્ર પ્રગટ થાય છે.
આમ થતા પોતાનું જીવન ઉજમાળ બનાવી મોક્ષ માર્ગે આગળ વધે છે. તેથી જ આપણા ગુરુ ભગવંતો, શ્રી સંઘો આવું ઉત્તમ પ્રભુ વચનો રૂપી સમ્યગ઼જ્ઞાન મેળવા માટે પાઠશાળાઓ ઉપર ખૂબ જ ભાર આપી રહ્યા છે.
આવું જ્ઞાન મેળવા માટે કોઈ ઉંમર નથી. અબાલ,યુવાનો અને વ્રુદ્ધ પણ તેનું લાભ લઇ શકે છે અને સૌ પોતપોતાની શકતી મુજબ અભ્યાસ કરી ને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે છે.