event thumb

તત્વાર્થ સુત્ર માં ઉમાસ્વાતિ મહારાજા ફરમાવે છે કે.....

"જ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષમાર્ગ:" અર્થાત જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. એમા પણ પ્રથમ જ્ઞાન પછી ક્રિયા જ્ઞાન તો ઘણા બધા જીવો ને ઓછા-વત્તા અંશે હોય છે, પરંતુ તેઓનું જ્ઞાન સમ્યગ઼જ્ઞાનમાં પરિણમે અને એના દ્રારા જીવો ને સમ્યગ઼ દર્શન પ્રગટ થાય અને એ બંનેના સહારે જીવ સમ્યગ઼ચરિત્ર્યં માં આગળ વધે ત્યારે જ મોક્ષ નો માર્ગ સાચા અર્થ માં પ્રાપ્ત થતો હોય છે.

"જે સાકાર માં મિઠાસ નથી, તે સાકાર નથી
જે પુષ્પ માં સુવાસ નથી તે પુષ્પ નથી
જે ઔષધ માં ગુણ નથી તે ઔષધ નથી
અને જે માનવ માં સમ્યગ઼જ્ઞાન નથી તે માનવ નથી"

આવું સમ્યગ઼જ્ઞાન ને પ્રાપ્ત કરવા નું વર્તમાનકાલીન શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે

"સંસ્કાર શાળા અર્થાત્ પાઠશાળા"

બાલ્યવય માં જે બાળકો પાઠશાલા ના માધ્યમે આ સમ્યગ઼જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ઉદ્યોગ, વ્યાપાર, સમાજ વગેરે વ્યવહાર જગતમાં તો અભૂતપૂર્વ પ્રગતિ કરે છે અને સાથે સાથે પોતાના સુસંસ્કારો દ્રારા પરિવાર, ધર્મ અને સમાજ ની ગરિમાને પણ વધારે છે.

જિનશાસન માં સમ્યગ઼જ્ઞાન મેળવવાનો મુખ્ય સ્ત્રોત પાઠશાળા છે. તેનું સ્થાન હ્રદયના સ્થાને છે. નાની ઉંમર થી જ બાળકો પાઠશાળામાં જોડાય અને સૂત્ર ના જ્ઞાન ની સાથે સુસંસ્કારો નું પણ સિંચન થાય તો એ સુસંસ્કારિત થયેલું બાળક જયારે આગળ વધે અને એના દ્વારા પરમાત્મા ઉપર શ્રદ્ધા વધે ત્યારે સમ્યગ઼દર્શન પ્રગટ થાય છે. ત્યાર બાદ પરમાત્મા એ દર્શાવેલી આવશ્યક ક્રિયાઓમાં પોતે પુરુષાર્થ કરે ત્યારે સમ્યગ઼ ચારિત્ર પ્રગટ થાય છે. આમ થતા પોતાનું જીવન ઉજમાળ બનાવી મોક્ષ માર્ગે આગળ વધે છે.તેથી જ આપણા ગુરુ ભગવંતો, શ્રી સંઘો આવું ઉત્તમ પ્રભુ વચનો રૂપી સમ્યગ઼જ્ઞાન મેળવા માટે પાઠશાળાઓ ઉપર ખૂબ જ ભાર આપી રહ્યા છે. આવું જ્ઞાન મેળવા માટે કોઈ ઉંમર નથી. અબાલ,યુવાનો અને વ્રુદ્ધ પણ તેનું લાભ લઇ શકે છે અને સૌ પોતપોતાની શકતી મુજબ અભ્યાસ કરી ને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે છે.

વડોદરાનગરે માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈન સંઘ માં આવેલ શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.ે પચ્ચીસ પચ્ચીસ વર્ષોની અંદર અંદર પાઠશાળામાં ઘણા બધા બાળકો, યુવાનો અને મોટેરાઓ એ ઉત્તમ જ્ઞાનઅભ્યાસ કરી જૈન સંઘ, શાસન ની ઉત્તમ ભક્તિ કરી ને પોતાના આત્મ કલ્યાણનું લક્ષ સિદ્ધિ કર્યું છે . જેમકે અનેકવિધ સંઘની અંદર પ્રતિક્રમણ વગેરે આરાધના કરવા માટે જવું અને ત્યાંના અબાલ વૃદ્ધ ને પ્રોત્સાહિત કરવા ત્યાં સ્વયં પોતાની પાઠશાળાના બાળકો ને પ્રોત્સાહિત કરવા આ બધું જ કાર્ય શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળાના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ કે જે ઋણમુક્તિ ગ્રુપ તરીકે ઓળખાય છે. પોતાની અવનવી ટેકનીકસ દ્વારા પાઠશાળા માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે .

આ ગ્રુપ ના સદસ્યો ને એવા ભાવ થયા કે અત્યારના કાળ પ્રમાણે બાળકોને ટેકનોલોજી નું આકર્ષણ બહું જ છે તો આપને પણ તેનો સદઉપયોગ કરીને એક સરસ Application તૈયાર કરીયે કે જેની અંદર બાળકોનો બધો જ data આવી જાય તો તે દ્વારા બાળકોને પણ આનંદ થાય અને શિક્ષકો ને બાળકો નો data record રાખવામાં ઘણી સરળતા રહેશે.

આ નાનકડા વિચારને પાઠશાળા ના ટ્રસ્ટીગણ, કારોબારી સદસ્યો નું પ્રોત્સાહન મળ્યું અને શિક્ષકો નો સહકાર મળતા આગળ વધવાનું થયું અને આજે એક સુંદર application-software તૈયાર કરી શક્યા છે. કે જેના માધ્યમે બાળકો પણ ખૂબ ઉત્સાહિત થઈ પાઠશાળા માં અભ્યાસ કરવા આવી રહ્યા છે. આ ફક્ત માંજલપુર, વડોદરા, શ્રી વિજય વલ્લભ પાઠશાળા પૂરતું જ નહિ પણ ભારત ભર ની તમામ પાઠશાળા માટે આ application તૈયાર કરવામાં આવી છે. આમ બાળકો ના અભ્યાસ ની અંદર જો આ ટેકનોલોજી ના માધ્યમે આગળ વધવામાં આવે તો બધી જ જગ્યાએ બાળકો ખૂબ સુંદર રીતે આગળ વધી શકે. બસ બધા જ બાળકો સમ્યગ઼જ્ઞાન નો અભ્યાસ કરવા દ્વારા આત્મા ની અંદર રહેલા અનંતજ્ઞાન ગુણો ને પ્રગટાવવા સમર્થ બને એ જ એક માત્ર હેતુ થી આ appplication આપણા હાથમાં મૂકી રહ્યા છે. તો સૌ કોઈ એનો ઉલ્લાસભેર સ્વીકાર કરી એનો સદપયોગ કરી જલ્દી માં જલ્દી પરમ પદ મોક્ષ સુખ ને પ્રાપ્ત કરે એ જ અભિલાષા.

"જીનાજ્ઞા વિરૂદ્ધ કઈ પણ થયું હોય તો ત્રિવિધિ ત્રિવિધિ મિચ્છામી દુક્કડમ્".